Pages

Search This Website

Sunday, May 29, 2022

73માં બંધારણીય સુધારાની મહત્વની જોગવાઈ | તલાટી સ્પેશિયલ પંચાયતી રાજ

73માં બંધારણીય સુધારાની મહત્વની જોગવાઈ | તલાટી સ્પેશિયલ પંચાયતી રાજ 

>> દરેક સ્તરની પંચાયતના સભ્યપદો અને અધ્યક્ષપદો પૈકી 33 ટકા ( ગુજરાતમાં ( 50 ટકા છે ) પદો મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યાં છે.

>> સરપંચ / તાલુકા / જિલ્લા પ્રમુખની ચૂંટણીમાં ઉપર મુજબ અનામત

>> સરપંચની ચૂંટણી પંચાયતના સભ્યોને બદલે ગ્રામ સભાના મતદારો પ્રત્યક્ષ રીતે કરે છે.

>> તાલુકા / જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણી તેના સભ્યો જ કરે છે . સભ્ય ન હોય તે પ્રમુખ થઈ શકતા નથી.

>> તાલુકા અને જિલ્લા પંચાયતમાં ધારાસભ્યને આમંત્રિત સભ્ય ગણેલા છે . તેઓ ચર્ચામાં ભાગ લઈ શકે છે પણ મત આપી શકતા નથી.

>> દરેક ગામ / જૂથ ગામો માટે ગામના મતદારોની બનેલી ગ્રામસભાની જોગવાઈ કરવામાં આવી.

>> ત્રણેય સ્તરની પંચાયતોની મુદ્દત પાંચ વર્ષની નક્કી થઈ. તેમજ વિસર્જિત પંચાયતની 6 માસમાં ચૂંટણી કરીને નવસર્જન કરવાની બંધારણીય ફરજ પાડવામાં આવી.
Read More »

Sunday, May 22, 2022

Jilla vishe Janva Jevu | જિલ્લા વિશે જાણવા જેવું

દાહોદ જિલ્લાનું જાણવા જેવું

🔺દાહોદ જિલ્લાનું દેવગઢબારિયા જૂનું રજવાડી શહેર છે.
🔺ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે.
🔺ઈ.સ.1618માં મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો.
🔺દાહોદમાં પ્રતિ વર્ષ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે.
🔺દાહોદ જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સાથે જોડાયેલી છે.
🔺દાહોદ ગુજરાતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતો જિલ્લો છે.
🔺દાહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં મકાઈના ઉત્પાદન માટે જાણીતો છે.
🔺ગાય ગૌહરીનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે.
🔺2 ઓક્ટોબર-1997નાં રોજ નવરચિત જિલ્લાઓ મુજબ દાહોદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો.


છોટા ઉદેપુર જિલ્લાનું જાણવા જેવું

🔺વર્ષ-2013માં નવરચિત જિલ્લાઓ મુજબ છોટા ઉદેપુર જિલ્લાની રચના થઈ.
🔺1857નાં સંગ્રામ દરમિયાન તાત્યા ટોપેએ છોટા ઉદેપુર કબજે કરી લીધું
🔺છોટા ઉદેપુર જિલ્લામાં આવેલા હાંફેશ્વર સ્થળેથી ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા ગુજરાતમાં પ્રવેશે છે.
🔺છોટા ઉદેપુરમાં ફલોરસ્પારનો મોટો જથ્થો મળી આવે છે અને કડીપાણીમાં ફલોરસ્પારનાં શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે.
🔺લાકડાનાં કલાત્મક ફર્નિચર અને રમકડાં માટે છોટા ઉદેપુર જિલ્લાનું સંખેડા જાણીતું છે.
🔺ડોલોમાઈટ (લીલા રંગનો આરસ) છોટા ઉદેપુર જિલ્લાનાં છૂછાપુરામાંથી મળી આવે છે.
Read More »

Gujarati vyakran Quiz

♦️ ફરતું ફરતું શમણું એક , આવ્યું વગડે અહીંયા છેક,
થાક્યું પાકયું બોલ્યું ! રામ ! સૂવા માટે આ છે ઠામ !

A. દોહરો 
B. ચોપાઈ✅
C. હરિગીત 
D. સવૈયા

♦️ ઓ ઈશ્વર ભજિયે તને, મોટું છે તુજ નામ,
ગુણ તારા નિત ગાઈએ , થાય અમારા કામ.

A. દોહરો ✅
B. ચોપાઈ
C. હરિગીત 
D. સવૈયા

♦️ શરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક,
જેમાં સુખદુઃખ વામીએ , સો લાખન માં એક

A. દોહરો✅ 
B. ચોપાઈ
C. હરિગીત 
D. સવૈયા

♦️ઝર ગયા ને વેર ગયાં, વળી કાળોકેર ગયા કરનાર,
પર નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર.

A. દોહરો 
B. ચોપાઈ
C. હરિગીત 
D. સવૈયા✅

♦️ દરેક ચરણ માં 28 માત્રા કયા છંદ માં હોય છે ?

A. દોહરો 
B. ચોપાઈ
C. હરિગીત ✅
D. સવૈયા

♦️ દરેક ચરણ માં 15 માત્રા કયા છંદ માં હોય છે ?

A. દોહરો 
B. ચોપાઈ✅
C. હરિગીત 
D. સવૈયા

♦️ કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય. 

A. દોહરો 
B. ચોપાઈ✅
C. હરિગીત 
D. સવૈયા

♦️ વાડ થઈને ચિભડાં ગળે , સોંઘી વસ્તુ ક્યાંથી મળે ?
ખળ ખાતું હોય જો અન્ન, તો જીવે નહિ એકે જન.

A. દોહરો 
B. ચોપાઈ✅
C. હરિગીત 
D. સવૈયા

♦️ગહન નયનો ઊંડા ઊંડા સરોવર શા લસ્યા,
શરદ-ધવલા આકાશોને ભરી સભરા હસ્યાં.

A. શિખરિણી
B. મંદાક્રાંતા 
C. પૃથ્વી
D. હરિણી✅

♦️ હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઊતર્યું છે.

A. શિખરિણી
B. મંદાક્રાંતા ✅
C. પૃથ્વી
D. હરિણી

♦️ હયે ચાંપી બહુ વખત જેનો કર્યો  પાછ પ્રીતે,
રે સંબંધો મરણ પછીએના છૂટે કોઈ રીતે.

A. શિખરિણી
B. મંદાક્રાંતા✅ 
C. પૃથ્વી
D. હરિણી

♦️ ઠરી મારી આંખો કબીરવડ તુંને નીરખીને.

A. શિખરિણી✅
B. મંદાક્રાંતા 
C. પૃથ્વી
D. હરિણી

♦️ મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો.

A. શિખરિણી✅
B. મંદાક્રાંતા 
C. પૃથ્વી
D. હરિણી

♦️ ભમો ભરત ખંડ માં સકળ ભોમ ખૂંદી વળી.

A. શિખરિણી
B. મંદાક્રાંતા 
C. પૃથ્વી✅
D. હરિણી

♦️ ભલે નયનથી રહે સુદૂર તે છતાં રે પ્રિય !
સદાય તવ સ્થાન છે હૃદયના મયૂરાશને

A. શિખરિણી
B. મંદાક્રાંતા 
C. પૃથ્વી✅
D. હરિણી

♦️ જસજસયલગા એ કયા છંદ નું બંધારણ છે ?

A. શિખરિણી
B. મંદાક્રાંતા 
C. પૃથ્વી✅
D. હરિણી

♦️ યમનસભલગા એ ક્યા છંદ નું બંધારણ છે ?

A. શિખરિણી✅
B. મંદાક્રાંતા 
C. પૃથ્વી
D. હરિણી

♦️નસમરસલગા એ કયા છંદ નું બંધારણ છે ?

A. શિખરિણી
B. મંદાક્રાંતા 
C. પૃથ્વી
D. હરિણી✅

♦️ મભનતતગાગા એ કયા છંદ નું બંધારણ છે ?

A. શિખરિણી
B. મંદાક્રાંતા ✅
C. પૃથ્વી
D. હરિણી
Read More »